Video: લીમખેડા દૂધિયા ગામે પાસે પથ્થરમારો, એક યુવકની હાલત ગંભીર

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દુધિયા ગામ નજીક અચાનક બે જૂથો વચ્ચે ઘર્ષણ સર્જાતા ભારે તણાવ ફેલાઈ ગયો હતો. આ સામસામેની અથડામણ દરમિયાન થયેલા પથ્થરમારોમાં એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વિસ્તારમાં વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. હાલ સમગ્ર વિસ્તારમાં શાંતિનો માહોલ છે અને પોલીસે અસામાજિક તત્વો સામે સઘન તપાસ શરૂ કરી છે.
જાહેરાત







