Video: ગુજરાત: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોનું ઓપરેશન સિન્થેટિક ડ્રગ, અમદાવાદના સરખેજમાંથી એમડી ડ્રગ્સ બનાવતી લેબોરેટરી ઝડપાઈ

સોર્સ: gstv

NCBના ઝોનલ ડાયરેક્ટર ઘનશ્યામ સોનીએ જણાવ્યું કે ચાર દિવસ પહેલા જ કાર્યભાર સંભાળ્યા બાદ ઓપરેશન સિન્થેટિક ડ્રગ શરૂ કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે સરખેજમાંથી મુદસ્સર ખાન પઠાણ નામના શખ્સની અટકાયત કરાઈ છે. તેના ઘરના ભોંયરામાંથી MD બનાવવા માટેના ૨૦થી વધુ વિવિધ રસાયણો અને ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ડીસીપી શિવમ વર્માએ જણાવ્યું કે NCB અને સરખેજ પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું હતું. આરોપી આ કેમિકલનો ઉપયોગ કરીને ડ્રગ્સ બનાવવાનો પ્રયાસ કરતો હતો અને પ્રાથમિક તપાસમાં આ કેસના તાર મધ્ય પ્રદેશના મંદસૌર સુધી જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. NCB દ્વારા ગુનેગારોની સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત