Video: GSRTCએ ડિજિટલ ટિકિટ બુકિંગમાં રચ્યો નવો ઇતિહાસ

GSRTC એ ડિજિટલ ટિકિટ બુકિંગ ક્ષેત્રે એક નવો ઐતિહાસિક રેકોર્ડ સર્જ્યો છે. ભાઈબીજના પાવન પર્વ નિમિત્તે નિગમે એક જ દિવસમાં 1 લાખ 46 હજાર 875 સીટનું બુકિંગ નોંધાવીને વર્ષ 2025ના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. આ સિદ્ધિ સાથે GSRTC એ સતત સાતમા વર્ષે દેશના તમામ ST નિગમોમાં ડિજિટલ બુકિંગ અને આવકમાં મોખરાનું સ્થાન જાળવી રાખ્યું છે. એક જ દિવસમાં ડિજિટલ માધ્યમથી રૂપિયા 3.55 કરોડની આવક થઈ છે, જેમાં માત્ર મોબાઇલ એપ દ્વારા 99 હજાર 402 સીટના બુકિંગ થકી 2.27 કરોડની આવક નોંધાઈ છે. આ દિવસે નિગમની કુલ આવક 13 કરોડને પાર પહોંચી છે.
જાહેરાત






