Video: વર્ષના પ્રારંભે CM ભુપેન્દ્ર પટેલે નાગરિકો અને આગેવાનો સાથે પાઠવી નવા વર્ષની સુંદર શુભેચ્છાઓ

સોર્સ: gstv

ગુજરાતી નૂતન વર્ષના શુભ પ્રારંભે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નાગરિકો, રાજ્યના અધિકારીઓ અને રાજકીય આગેવાનો સાથે સ્નેહ મિલન યોજી નવા વર્ષની પરસ્પર શુભેચ્છાઓ આપ-લે કરી હતી. આ અવસરે, સાધુ સંતો વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ મુખ્યમંત્રીને સાલ મુબારકની શુભકામનાઓ પાઠવવા પહોંચ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના નાગરિકોના સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરતાં સંવત ૨૦૮૩નું નવું વર્ષ સૌના જીવનમાં નવી ઉર્જા અને પ્રગતિ લઈને આવે તેવી મંગળકામના વ્યક્ત કરી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત