Video: સાવલી નજીક આસોજ ગામે જુગાર અને દારૂનો વીડિયો વાયરલ, પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલ

સોર્સ: gstv

વડોદરા જિલ્લાના સાવલી નજીક મંજુસર પોલીસ સ્ટેશનની હદમાં દારૂ અને જુગારની મહેફિલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચકચાર મચી છે. આસોજ ગામની ભાગોળે કેટલાક શખ્સો ખુલ્લેઆમ બિયરની મહેફિલ માણતા અને જુગાર રમતા વીડિયોમાં કેદ થયા છે. વાયરલ વીડિયોમાં શખ્સો બિન્દાસ્ત રીતે દારૂ પીવાની સાથે જુગાર રમતા નજરે પડી રહ્યા છે. એક તરફ ગુજરાતમાં દારૂબંધીના કાયદાના કડક અમલની વાતો થઈ રહી છે, ત્યારે બીજી તરફ પોલીસ સ્ટેશનની હદમાં જ આવી પ્રવૃત્તિઓના દૃશ્યો સામે આવતાં અનેક સવાલો ઊભા થયા છે. વીડિયો વાયરલ થયા બાદ મંજુસર પોલીસ સહિત જિલ્લા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત