Video: અમદાવાદમાં અનેક વિસ્તારોમાંથી સિગારેટના બેગની ચોરી, બે શખ્સની અટકાયત

સોર્સ: gstv

અમદાવાદમાં સિગારેટ ભરેલા બેગની ઉઠાંતરી કરતી બે શખ્સોની ટોળકીએ તરખાટ મચાવ્યો હતો. શહેરના ગોતા વિસ્તારમાં આવેલા સર્વોદય પાન પાર્લર પર સિગારેટની ડિલિવરી આપવા ગયેલા વેપારીનો થેલો ચોરી કરવામાં આવ્યો હતો, જેમાં અંદાજે 1.63 લાખ રૂપિયાની સિગારેટનો જથ્થો હતો. આ ઉપરાંત થલતેજ વિસ્તારમાંથી પણ અંદાજે દોઢ લાખ રૂપિયાની સિગારેટ ભરેલો બેગ ચોરી કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન યુનિવર્સિટી પોલીસે રાહુલ અને કૃણાલ નામના બે શખ્સોની અટકાયત કરી છે. પોલીસ તપાસમાં આરોપીઓએ થલતેજ, ગોતા, ચાંદખેડા, મણિનગર, પાલડી, નવરંગપુરા અને દર્પણ ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત