Video: બનાસકાંઠામાં દિવાળી પહેલાં 1845 કિલો શંકાસ્પદ ઘી જપ્ત, બિનઆરોગ્યપ્રદ નમકીન અને તેલનો નાશ

સોર્સ: gstv

દિવાળીના તહેવાર પહેલાં બનાસકાંઠામાં ખોરાક અને ઔષધ વિભાગ દ્વારા ખાદ્યસામગ્રીની ગુણવત્તા તપાસવા મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. આ તપાસ દરમિયાન શંકાસ્પદ ગુણવત્તા ધરાવતા 1,845 કિલોગ્રામ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેની અંદાજિત કિંમત 11 લાખ 79 હજાર 930 રૂપિયા થાય છે. આ ઉપરાંત મીઠાઈ અને નમકીન સહિતની ખાદ્યસામગ્રીના કુલ 102 શંકાસ્પદ નમૂના લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. મોબાઈલ ફૂડ સેફ્ટી વાન દ્વારા 187 નમૂનાઓનું સ્થળ પર જ સ્પોટ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન 465 કિલોગ્રામ નમકીન અને અન્ય ખાદ્યચીજો તેમજ 102 કિલોગ્રામ બિનઆરોગ્યપ્રદ ખાદ્યતેલ મળી કુલ 75 હજાર 750 રૂપિયાની ખાદ્યસામગ્રીનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત