Video: ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડૉ. પૃથ્રુલ દેસાઈની નિમણૂક

ગુજરાત યુનિવર્સિટીમાં લાંબા સમયથી અટકી પડેલી કુલપતિની નિયુક્તિ પર આખરે પૂર્ણવિરામ મુકાયું છે અને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે ડૉ. પૃથ્રુલ રામભાઈ દેસાઈને નવા વાઈસ ચાન્સેલર તરીકે નીમવાનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. હાલ સુરતની સર પી.ટી. સાર્વજનિક કોલેજ ઓફ સાયન્સમાં પ્રિન્સિપાલ તરીકે કાર્યરત ડૉ. પૃથ્રુલદેસાઈની આ નિમણૂક 'ધી ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ એક્ટ, 2023 હેઠળ 5 વર્ષના કાર્યકાળ અથવા 65 વર્ષની ઉંમર સુધી માટે કરવામાં આવી છે. તેઓ વર્તમાન ઈન્ચાર્જ કુલપતિ જગદીશ જોશીનું સ્થાન લેશે.
જાહેરાત








