Video: દિવાળી અને નૂતન વર્ષ નિમિત્તે અંબાજી મંદિરના દર્શન સમયમાં ફેરફાર

દિવાળી અને નૂતન વર્ષના તહેવારોને લઈને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રાળુઓની સુવિધા માટે આરતી અને દર્શનના સમયમાં ખાસ ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં બેસતા વર્ષના દિવસે માતાજીને ભવ્ય અન્નકૂટ ધરાવાશે. આગામી 10 નવેમ્બરે બેસતા વર્ષના દિવસે સવારે 6 વાગ્યાથી આરતી શરૂ થશે અને બપોરે તથા સાંજે નિશ્ચિત સમયાંતરે દર્શન ખુલ્લા રહેશે, જ્યારે 11 થી 14 નવેમ્બર સુધી પણ વિશેષ સમયપત્રક મુજબ જ દર્શન યોજાશે અને 15 નવેમ્બર, રવિવારથી અંબાજી મંદિર ખાતે આરતી અને દર્શનનો સમગ્ર સમય રાબેતા મુજબ પુનઃ શરૂ થઈ જશે.
જાહેરાત







