Video: બે મહિલાને આગળ કરી ન્યાય યાત્રા કાઢી લોકોને ગુમરાહ કરવાનો પ્રયાસ: કુબેર ડિંડોર

સોર્સ: gstv

આદિવાસી વિસ્તારોમાં ભાજપ બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમો કરી રહ્યું છે. આ કાર્યક્રમોમાં અસલી આદિવાસી અને નકલી આદિવાસનો મુદ્દે હવે રાજનીતિ શરૂ થઈ છે, છોટાઉદેપુરમાં ધારાસભ્ય કુબેર ડિંડોરે આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું કે, માત્ર પાઘડી બાંધી લેવાથી કે ધોતિયંણ પહેરી લેવાથી કોઈ આદિવાસી બની જતું નથી. આમ આદમી પાર્ટીની ન્યાય અધિકાર યાત્રા અંગે પણ તેમણે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે બે મહિલાઓને આગળ કરીને આખા આદિવાસી પટ્ટામાં યાત્રા કાઢવામાં આવી અને લોકોને ગુમરાહ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તેમણે ચૈતર વસાવાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, વન વિભાગના કર્મચારી પર હુમલાના કેસને કારણે તેઓ જેલમાં છે. ન્યાય યાત્રા કાઢવાથી ન્યાય મળતો નથી, ન્યાય તો કોર્ટમાં મળે છે અને કાયદો પોતાનું કામ કરે છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત