Video: અમદાવાદની શાન સમાન કાંકરિયા લેકફ્રન્ટ પર દિવાળી વેકેશનને લઈને પ્રવાસીઓનું ઘોડાપૂર, પ્રવાસીઓનો ભારે ધસારો

કાંકરિયામાં આવેલા કિડ્સ સિટી, બાલવાટિકા, નોક્ટરનલ ઝૂ અને બટરફ્લાય પાર્ક જેવા વિવિધ આકર્ષણો બાળકો અને પરિવારજનો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અગાઉ હરણી દુર્ઘટના બાદ અહીં બોટિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું, જે હવે પુનઃ શરૂ થતાં પ્રવાસીઓ તેનો પણ ભરપૂર આનંદ ઉઠાવી રહ્યા છે. એક જ છત નીચે અનેકવિધ મનોરંજક પ્રવૃત્તિઓ ઉપલબ્ધ હોવાથી લોકો સવારથી સાંજ સુધી અહીં સમય વિતાવીને રજાઓની રોમાંચક મજા માણી રહ્યા છે.
જાહેરાત








