Video: સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: દિવાળી પર્વ પર ફટાકડા ફોડતી વેળાએ ૨૬ બાળકો અને યુવકો દાઝ્યા

કોઈ બાળક હાથમાં ફટાકડો ફોડતી વખતે તો કોઈ બાળક ફટાકડાની અચાનક ઉડેલી ચિંગારીથી દાઝ્યું હતું. આ અકસ્માતોમાં મોટાભાગના બાળકોના હાથ, પગ અને મોઢાના ભાગ ગંભીર રીતે દાઝી ગયા છે. દાઝી ગયેલા તમામ બાળકોને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બર્ન્સ વોર્ડમાં તેમની સારવાર ચાલી રહી છે. આ તમામ વચ્ચે ૪ બાળકોની તબિયત ગંભીર જણાતા તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે અને તબીબો દ્વારા તેમની સઘન સારવાર કરવામાં આવી રહી છે. આ ઘટના સાબિત કરે છે કે ફટાકડા ફોડતી વખતે વાલીઓએ ખાસ સાવચેતી રાખવી તદ્દન જરૂરી છે.
જાહેરાત








