Video: દાહોદના લીમખેડામાં વીજ થાંભલે શોર્ટ સર્કિટ થતા મકાનમાં ભીષણ આગ, ઘરવખરી બળીને ખાખ થતા નાસભાગ મચી

દાહોદના લીમખેડાના મોટાહાથીધરા ગામે વીજ થાંભલામાં શોર્ટ સર્કિટ થવાના કારણે તણખલા પડતા પ્રવીણ ભરવાડના મકાનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. આ આગ એટલી ભીષણ હતી કે ઘરની તમામ ઘરવખરી અને સરસામાન બળીને ખાખ થઈ ગયા હતા, તેમજ ઘરમાં રાખેલા એક પશુને પણ ઈજા પહોંચી હતી. આગ લાગ્યાની જાણ થતા જ આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવ્યો હતો. બાદમાં સ્થાનિકોની મદદ અને દેવગઢ બારીઆથી દોડી આવેલી ફાયર ટીમની મદદથી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવામાં આવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી.
જાહેરાત







