Video: સાવલીના પોઈચા-રાણીયામાં કેમિકલયુક્ત પાણી સીધું મહીસાગર નદીમાં ઠાલવાયું

સોર્સ: gstv

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પોઈચા-રાણીયા વિસ્તારમાં સુદીપ ન્યૂટ્રિશન કંપનીની પાછળ આવેલા કોતરમાં ગેરકાયદેસર લાઈન નાખીને ઝેરી અને કેમિકલયુક્ત પાણી સીધું મહીસાગર નદીમાં ઠાલવવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપો સાથે કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે. મહીસાગર નદીનું પાણી વડોદરાના અનેક વિસ્તારોમાં પીવા માટે વપરાતું હોવાથી હજારો નાગરિકોના આરોગ્ય સામે ગંભીર ખતરો ઊભો થયો છે, અને જોકે જીપીસીબીની ટીમ દ્વારા સ્થળ પર જઈને સેમ્પલ લેવાયા છે છતાં અધિકારીઓની ઢીલી કામગીરી સામે ગ્રામજનોએ સવાલો ઉઠાવીને જવાબદારો સામે કડક કાર્યવાહીની ઉગ્ર માગ કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત