Video: ઉમરગામમાં બે કંપનીઓમાં ભીષણ આગ

સોર્સ: gstv

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ ઔદ્યોગિક વિસ્તારમાં દિવાળી પહેલાં ભીષણ આગની ઘટના સામે આવી છે. મોડી રાત્રે એક કંપનીમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં બાજુની બીજી કંપની પણ આગની ચપેટમાં આવી ગઈ હતી. પ્લાસ્ટિક અને કેમિકલ પાવડર હોવાના કારણે આગ વધુ પ્રસરી હતી અને સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સરીગામ ફાયર, ઉમરગામ પાલિકા અને ઉમરગામ નોટિફાઇડની ફાયર ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઇટરોએ આખી રાત પાણી અને ફોમનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા હતા. આખરે વહેલી સવારે આગ પર કાબૂ મેળવાયો હતો, જોકે બંને કંપનીઓમાં મોટું નુકસાન થયું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત