Video: આગામી દિવાળીના તહેવારોને લઈ અરવલ્લી જિલ્લા પોલીસ એક્શન મોડમાં, કાયદો અને વ્યવસ્થા જાળવવા સુરક્ષા સઘન કરાવાઈ

સોર્સ: gstv

ખાસ કરીને રાજસ્થાન તરફથી ગુજરાતમાં થતી વિદેશી દારૂની ગેરકાયદેસર હેરાફેરીને ડામવા માટે પોલીસ પંથકમાં ભારે સતર્કતા દાખવી રહી છે. દિલ્હી અને રાજસ્થાન તરફથી આવતા તમામ નાના-મોટા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. અરવલ્લી જિલ્લાની આશરે ૮ જેટલી મહત્વપૂર્ણ આંતરરાજ્ય સરહદો ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જ્યાંથી પસાર થતા દરેક શંકાસ્પદ વાહનો અને શંકાસ્પદ વ્યક્તિઓ પર પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત