Video: ઉપલેટામાં પુત્રના મોત મામલે પિતાની રજૂઆત, ફાઇનાન્સ કંપનીના કર્મચારીઓ સામે ગંભીર આક્ષેપ

સોર્સ: gstv

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોજીરા ગામના વિનોદભાઈ વજુભાઈ રાજગરે પોતાના યુવાન પુત્ર અર્જુનના આપઘાત મામલે રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા સમક્ષ લેખિત રજૂઆત કરી ન્યાયની ગુહાર લગાવી છે. મૃતકે અમદાવાદની ફાઇનાન્સ કંપની પાસેથી ત્રણ લાખની લોન લીધી હતી અને આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે હપ્તો ન ભરી શકતા ફાઇનાન્સ કર્મચારીઓ દ્વારા વારંવાર ધમકીભર્યા ફોન અને હેરાનગતિ કરવામાં આવતી હતી. પિતાના આક્ષેપ મુજબ, પુત્રની સ્યુસાઇડ નોટમાં ફાઇનાન્સ કર્મચારીનું નામ સ્પષ્ટ હોવા છતાં પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાને બદલે સમાધાન માટે દબાણ કરાઈ રહ્યું છે અને મકાન સીલ કરવાની ધમકીઓ અપાઈ રહી છે. આ બનાવના કારણે પત્ની, બે દીકરીઓ, એક પુત્ર અને આવનાર બાળકના ભવિષ્ય સામે મોટું સંકટ ઊભું થયું છે, ત્યારે પીડિત પરિવાર દ્વારા સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસ કરી કસૂરવારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત