Video: દાહોદના સંજેલીમાં બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત: પિછોડા વિસ્તારમાં સર્જાયેલી દુર્ઘટનામાં એકનું કરુણ મોત

સોર્સ: gstv

આ ભયાનક અકસ્માતમાં એક મહિલા સહિત બે વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં જ ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને તમામ ઈજાગ્રસ્તોને સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે તેમને દાહોદ રિફર કરવામાં આવ્યા છે. અકસ્માતના પગલે પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવતા શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ બનાવ અંગે સંજેલી પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત