Video: ગિરનાર પરિક્રમા દરમિયાન પાણીની અછત સર્જાવાની શક્યતાને લઈને ચિંતા

જૂનાગઢમાં આગામી ગિરનારની લીલી પરિક્રમાને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. કલેક્ટર, સાંસદ અને સંતોએ પરિક્રમા રૂટનું સ્થળ નિરીક્ષણ કરી વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. ચાલુ વર્ષે ઓછો વરસાદ પડ્યો હોવાથી પરિક્રમા દરમિયાન પાણીની અછત સર્જાવાની શક્યતાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. તંત્ર દ્વારા નવા બોર બનાવવાની સાથે બંધ પડેલા બોરને રિચાર્જ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. કલેક્ટરે સ્વાસ્થ્ય સમસ્યા ધરાવતા વડીલો અને બાળકોને પરિક્રમા ટાળવા અપીલ કરી છે, જ્યારે સાંસદે પરિક્રમા રૂટ પર પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા શ્રદ્ધાળુઓને અપીલ કરી છે. 36 કિલોમીટરના પરિક્રમા રૂટ પર રસ્તાઓ સુધારવા સહિતની જરૂરી સુવિધાઓ ઊભી કરવામાં આવશે.
જાહેરાત








