Video: દિવાળી વેકેશનમાં સાપુતારામાં પ્રવાસીઓનો મહેરામણ, બોટિંગ અને રોપ-વે સહિતના સ્થળોએ ભારે ભીડ

દિવાળી વેકેશન, નૂતન વર્ષ અને ભાઈબીજની રજાઓમાં ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ડાંગની લીલીછમ વાદીઓ અને ગુલાબી ઠંડી વચ્ચે સહેલાણીઓ પરિવાર સાથે રજાઓનો આનંદ માણી રહ્યા છે. સાપુતારા સરોવરમાં બોટિંગ માટે પ્રવાસીઓની લાંબી કતારો જોવા મળી રહી છે, તો રોપ-વે અને સનસેટ પોઈન્ટ પર પણ ભારે ભીડ ઉમટી છે. રાજ્યના વિવિધ વિસ્તારો ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ સાપુતારા પહોંચી રહ્યા છે. પ્રવાસીઓના ધસારાને પગલે હોટેલ અને રિસોર્ટમાં બુકિંગ વધ્યું છે, જેના કારણે સ્થાનિક વેપારીઓ અને ધંધાર્થીઓમાં ખુશીનો માહોલ છે. તહેવારોની રજાઓ સાપુતારાના પ્રવાસન ઉદ્યોગ માટે આર્થિક રીતે લાભદાયી બની રહી છે.
જાહેરાત








