Video: મહેસાણા અર્બન બેંક દ્વારા દિવાળી પર નવી નોટો અને સિક્કાનું વિતરણ

સોર્સ: gstv

દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને મહેસાણા અરબન કો-ઓપરેટિવ બેંક દ્વારા નવી ચલણી નોટો અને સિક્કાના વિતરણની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મહેસાણાની એસએમઈ બ્રાન્ચ ખાતે જાહેર જનતા અને ગ્રાહકો માટે નવા નોટો તથા પરચૂરણ સિક્કાનું વિતરણ શરૂ કરાયું છે. આ અભિયાન અંતર્ગત દસ રૂપિયાની નોટોના બંડલ અને પરચૂરણ સિક્કાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ વ્યવસ્થાથી દિવાળીના તહેવારોમાં નાગરિકોને નવી નોટો અને છૂટા સિક્કા સરળતાથી મળી રહેશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત