Video: ટ્રકનું સ્ટેરિંગ લોક થતાં ચાલકની સૂઝબૂઝથી બસ ખાઈમાં ઉતરતા બચી, ૧૦થી વધુ મુસાફરો સલામત.

સોર્સ: gstv

તાપી જિલ્લાના વ્યારા તાલુકાના માયપુર ગામ નજીક મહારાષ્ટ્ર નિગમની એક બસને અકસ્માત નડવાની ઘટના સામે આવી છે. ધૂળિયાથી સુરત તરફ જઈ રહેલી આ બસ આગળ ચાલી રહેલી ટ્રકનું સ્ટેરિંગ અચાનક લોક થઈ જતાં તેની નજીક આવી ગઈ હતી. બસના ચાલકે ત્વરિત નિર્ણય લઈને બસને રોડ સાઈડ પર ઉતારી દીધી હતી, જેના કારણે મોટી હોનારત ટળી હતી. આ ઘટનામાં સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાની નોંધાઈ નથી અને બસમાં સવાર ૧૦થી વધુ મુસાફરોનો આબાદ બચાવ થયો છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો અને પોલીસે સ્થળ પર પહોંચીને મુસાફરોને સલામત રીતે બહાર કાઢવાની કામગીરી કરી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત