Video: ધનતેરસે ધ્રાંગધ્રાના મહાલક્ષ્મી મંદિરમાં અનોખો શણગાર, બે લાખથી વધુ ચલણી નોટો અને રજવાડી આભૂષણોથી માતાજીનો શણગાર

ધનતેરસના પાવન પર્વે ધ્રાંગધ્રાના મહાલક્ષ્મી માતાજીના મંદિરે અનોખો શણગાર કરવામાં આવ્યો છે. છેલ્લા 29 વર્ષથી અહીં મહાલક્ષ્મી માતાજી અને અંબે માતાજીને ચલણી નોટો તેમજ સોના-ચાંદીના રજવાડી આભૂષણોથી શણગારવાની પરંપરા જળવાઈ રહી છે. આ વર્ષે પણ બે લાખથી વધુ રૂપિયાની ચલણી નોટો અને વિવિધ આભૂષણોથી માતાજીનો ભવ્ય શણગાર કરાયો છે. શણગારમાં બે, પાંચ, દસ, વીસ, પચાસ, સો, બસો અને પાંચસો રૂપિયાની ચલણી નોટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નવરાત્રી પૂર્ણ થયા બાદ શરૂ થતી શણગારની તૈયારીઓમાં અંદાજે 12 કલાકનો સમય લાગે છે. ધનતેરસ નિમિત્તે વહેલી સવારની મહાઆરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને મોડી રાત સુધી દર્શન માટે ભક્તોની ભીડ રહેવાની છે.
જાહેરાત







