Video: રાજકોટમાં વધુ એક આગની ઘટના: સોખડા નજીક પ્લાસ્ટિકના કારખાના, ગોડાઉનમાં ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો

સોર્સ: gstv

રાજકોટના સોખડા વિસ્તારમાં આવેલા પ્લાસ્ટિકના ગોડાઉનમાં લાગેલી આગના કારણે ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી ભીષણ હતી કે અંદર રહેલો તમામ સામાન અને પ્લાસ્ટિકનો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો. પરિસ્થિતિની ગંભીરતા જોતા ૬ જેટલા ફાયર ફાઈટરોને કામે લગાડવામાં આવ્યા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. ગોડાઉનમાં રાખેલો કરોડો રૂપિયાનો સામાન સ્વાહા થઈ ગયો હોવાનું પ્રાથમિક અનુમાન છે, જોકે સદનસીબે સમયસર રાહત કામગીરી થવાથી મોટી જાનહાનિ ટળી ગઈ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત