Video: મહેસાણાની રેસ્ટોરેન્ટમાં હોબાળો: આઈસ્ક્રીમમાંથી મચ્છર નીકળતા અને ધીમી સર્વિસની ફરિયાદ બાબતે માથાકૂટ

૭ નવેમ્બરના રોજ રાજ મહેતા અને વિવેક શુકલ નામના યુવકો હોટલમાં પિઝા ખાવા ગયા હતા. આ દરમિયાન ધીમી સર્વિસ અને પીરસવામાં આવેલા આઈસ્ક્રીમમાંથી મચ્છર જેવો પદાર્થ નીકળતા યુવકોએ સંચાલકોને ફરિયાદ કરી હતી. જેના જવાબમાં સ્ટાફે તોછડાઈપૂર્વક જણાવ્યું હતું કે ઉડતા ઉડતા આવી જાય અને પૈસા ન હોય તો મફતમાં ખાવા આવો છો, તેમ કહી ગરીબ કહીને ઉગ્ર બોલાચાલી કરી હતી. જ્યારે યુવકોએ આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારવાનો પ્રયાસ કર્યો ત્યારે સ્ટાફના કર્મીએ ઉશ્કેરાઈને તેમને લાફો મારી દીધો હોવાનો આરોપ છે અને ખુલ્લેઆમ મારામારી કરી હોટલમાં ભારે હોબાળો મચાવ્યો હતો. આ મામલે હાલ પોલીસ મથકે લેખિત અરજી કરવામાં આવી છે.
જાહેરાત







