Video: ઉધના-નવસારી રોડ પર મનપાની બેદરકારીથી અકસ્માત

સોર્સ: gstv

સુરતના ઉધના-નવસારી રોડ પર ટેમ્પો પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટેમ્પો ચાલક સહિત ત્રણ લોકોને ઈજાઓ પહોંચી હતી, જ્યારે ટેમ્પોમાં ભરેલા ફ્રૂટનો સામાન રોડ પર વેરાઈ જતાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. અકસ્માતના કારણે થોડા સમય માટે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. સ્થાનિકો અને વાહનચાલકોના આક્ષેપ મુજબ, આ દુર્ઘટના પાછળ સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી જવાબદાર છે. મનપા દ્વારા ઉધના-નવસારી રોડ પર BRTS માટે લગાવાયેલા લોખંડના બેરિકેટ્સ દૂર કરવામાં આવ્યા હતા, પરંતુ બેરિકેટ્સ હટાવ્યા બાદ પણ તેની અણીદાર લોખંડની એંગલો રોડ પર બહાર જ રહી ગઈ હતી. મુખ્ય રસ્તા પર બહાર નીકળેલી આ અણીદાર એંગલમાં ટેમ્પોનું ટાયર ફસાઈ જતાં ટેમ્પો પલટી મારી ગયો હતો. અગાઉ પણ આ એંગલોના કારણે અવારનવાર અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત