Video: મહેસાણામાં ફૂડ વિભાગની મેગા ડ્રાઇવ: મોલમાંથી મળેલા એક્સપાયર્ડ સામાનનો કરાયો નાશ

સોર્સ: gstv

મહેસાણા જિલ્લા ફૂડ વિભાગ દ્વારા તહેવારોના દિવસોમાં અખાદ્ય ખોરાકનું વેચાણ અટકાવવા માટે મેગા ડ્રાઇવ યોજવામાં આવી છે. જિલ્લા ફૂડ અધિકારી વી. જે. ચૌધરી જાતે આ સઘન તપાસ ઝુંબેશમાં જોડાયા છે અને સ્વીટ તથા નમકીનની દુકાનો સામે લાલ આંખ કરી છે. શહેરમાં આવેલી કરિયાણાની દુકાનો અને મોટા મોલમાં અખાદ્ય માવો, ચાંદીનો વરખ, કાજુકતરી તેમજ વિવિધ ફરસાણનું ચેકિંગ હાથ ધરાયું હતું. આ કાર્યવાહી દરમિયાન વિષ્ણુ મોલમાંથી મોટી માત્રામાં એક્સપાયરી ડેટ વાળો ખાદ્યસામગ્રીનો જથ્થો મળી આવ્યો હતો, જેને ફૂડ વિભાગની ટીમે સ્થળ પર જ નાશ કરીને કડક કાર્યવાહી હાથ ધરી છે...

આ સમાચાર શેર કરો

જાહેરાત