Video: વડોદરાના ગોત્રી વિસ્તારમાં યુવકની હત્યાનો આરોપી ઝડપાયો

વડોદરાના ગોત્રી વિસ્તારમાં યુવરાજસિંહ ડોડિયાની હત્યાના ચકચારી કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી જય ઉર્ફે ટિંકુને ઝડપી પાડ્યો છે. ગોત્રી પોલીસ મથકથી માત્ર 800 મીટરના અંતરે જાહેર માર્ગ પર ધોળા દિવસે યુવરાજસિંહની હત્યા કરવામાં આવી હતી. ચાની કીટલી પર નોકરીમાંથી કાઢી મૂકવાની બાબતે યુવરાજસિંહ અને જય વચ્ચે બોલાચાલી થઈ હતી, જે બાદમાં હત્યામાં પરિણમી હતી. આરોપી જયે યુવરાજસિંહ પર ચાકુ વડે હુમલો કરી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. ઘટનાની ગંભીરતાને પગલે વડોદરા ઝોન-2 LCB સ્ક્વોડે તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીને ગોત્રી પોલીસ મથકે લાવવામાં આવતાં મૃતકના પરિવારજનો પણ દોડી આવ્યા હતા અને આરોપી સામે રોષ વ્યક્ત કર્યો હતો.
જાહેરાત






