Video: અમદાવાદમાં મુખ્યમંત્રી પરિવાર સાથે આઈસક્રીમ માણતા નજરે પડ્યા

વ્યસ્ત શિડ્યૂલ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિવાળીના તહેવાર પહેલાં પરિવાર સાથે હળવાશની પળો માણતા જોવા મળ્યા હતા. રાત્રિના સમયે મુખ્યમંત્રી પરિવારજનો અને બાળકો સાથે અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલી આઇસક્રીમની દુકાને પહોંચ્યા હતા. અહીં તેમણે પરિવાર સાથે આઇસક્રીમનો આનંદ માણ્યો હતો. આ દરમિયાન મુખ્યમંત્રીને પોતાની વચ્ચે જોઈને નાગરિકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. મુખ્યમંત્રીએ નાગરિકો સાથે વાતચીત કરી અને તેમની સાથે સેલ્ફી પણ પડાવી હતી. મુખ્યમંત્રીનો આ સાદગીભર્યો અંદાજ ચર્ચાનો વિષય બન્યો છે.
જાહેરાત







