Video: પાટણમાં વિક્રમ સંવત ૨૦૮૩ના નવા વર્ષની શ્રદ્ધાભેર ઉજવણી: વિવિધ મંદિરોમાં અન્નકૂટ મહોત્સવ અને ૫૬ ભોગના દર્શનથી ભક્તિમય માહોલ છવાયો

સોર્સ: gstv

પાટણની સ્વામિનારાયણ સંપ્રદાયની સંસ્થાઓ અને વૈષ્ણવ સંપ્રદાયની હવેલીઓમાં બે દિવસીય અન્નકૂટ મહોત્સવનો પ્રારંભ થયો છે. અહીં ભગવાનને ૫૬ ભોગ અને ૧૦૮ ભોગ સહિતની વિવિધ મીઠાઈઓ અર્પણ કરવામાં આવી છે. કટકીયાવાડા વિસ્તારમાં આવેલા ૨૦૦ વર્ષ જૂના ઐતિહાસિક સ્વામિનારાયણ મંદિર તેમજ નવીન મંદિરમાં વિશેષ આયોજન કરાયું હતું, જ્યાં ભગવાન સ્વામિનારાયણની માણકી ઘોડી સાથે જોડાયેલી પૌરાણિક માન્યતા પણ જોડાયેલી છે. નૂતન વર્ષના આ પાવન અવસરે પાટણની નગરદેવી અને મહાલક્ષ્મી મંદિરે પણ દર્શનાર્થીઓનો ભારે જમાવડો જોવા મળ્યો હતો, જ્યાં ભક્તોએ પરિવારની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત