Video: AMCના ઇતિહાસમાં પહેલીવાર એક સાથે ૭,૦૦૦થી વધુ આવાસ યોજનાઓ માટે યોજાશે મહા ડ્રો

અમદાવાદ શહેરના વિકાસના ચોપડે વધુ એક સુવર્ણ પ્રકરણ ઉમેરાવા જઈ રહ્યું છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, જ્યાં તેઓ અમદાવાદ મહાનગરપાલિકા અને નેશનલ હાઇવે ઓથોરિટીના અંદાજે રૂપિયા ૧૫૦૦ કરોડથી વધુના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.આ પ્રવાસ દરમિયાન સૌથી મોટું આકર્ષણ રહેશે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે 'ઘરના ઘર'નું સ્વપ્ન સાકાર થવું. અમદાવાદ મહાનગરપાલિકાના ઇતિહાસમાં સર્વપ્રથમ વખત એક સાથે ૭,૦૦૦ આવાસ માટે મહા ડ્રો યોજાવા જઈ રહ્યો છે.અમદાવાદના નરોડા, નિકોલ, ઓઢવ સહિત ૧૧ જેટલા વિવિધ વિસ્તારોમાં આવાસ યોજના આકાર લઈ રહી છે. EWS આવાસ માટે નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે, જ્યાં ૭,૦૦૦ આવાસ સામે વિક્રમજનક ૯૭,૦૦૦ જેટલી અરજીઓ પ્રાપ્ત થઈ છે. ગૃહ મંત્રીના હસ્તે આ તમામ સફળ અરજદારોના ભાગ્યનો ફેંસલો થશે અને હજારો પરિવારોને તેમના ડ્રીમ હોમની ચાવી સોંપવામાં આવશે.







