Video: સુરેન્દ્રનગરમાં દારૂની ટ્રક પર દરોડા

સુરેન્દ્રનગરના ચુલી નજીક રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની ટીમે દરોડો પાડી દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડ્યો છે. ટ્રકમાંથી વિદેશી દારૂની 17 હજાર 304 બોટલો મળી આવી છે, જેની સાથે કુલ રૂ. 90 લાખ 48 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં સાત આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. તપાસમાં દારૂ ભરેલા ટ્રકને પાયલોટિંગ પણ આપવામાં આવતું હોવાનો ખુલાસો થયો છે. સમગ્ર મામલે સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે.
જાહેરાત








