Video: મહેસાણામાં SPG ગ્રુપ દ્વારા ભવ્ય પાટીદાર મહાસંમેલન યોજાયું

મહેસાણા ખાતે સરદાર પટેલની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે SPG ગ્રુપ દ્વારા ભવ્ય પાટીદાર મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાસંમેલનમાં ગુજરાતભરમાંથી પાટીદાર સમાજના આગેવાનો તેમજ ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટીના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.સંમેલનમાં વિદ્યાર્થીઓના સન્માન ઉપરાંત લગ્ન નોંધણીના કાયદામાં સુધારો, ભાગેડુ લગ્નોના પ્રશ્નો અને મૈત્રી કરાર જેવા અતિ મહત્વના સામાજિક મુદ્દાઓ પર ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.







