Video: કેવડિયામાં એકતા નગરમાં સરદાર પટેલ જન્મજયંતિએ ભવ્ય પરેડ, પીએમ મોદી રહ્યા ઉપસ્થિત

નર્મદાના કેવડિયા એકતા નગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય ઉજવણી થઈ હતી.. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં શાનદાર એકતા પરેડ યોજાઈ..આ પરેડમાં NSG, BSF, CRPF અને વિવિધ પોલીસ દળોની ટુકડીઓએ માર્ચ પાસ્ટ કરીને સુરક્ષા અને સમર્પણનો સંદેશ આપ્યો હતો. તેની સાથે જ દેશના અલગ-અલગ રાજ્યોના કલાકારોએ પરંપરાગત વેશભૂષા અને લોકનૃત્યો રજૂ કરીને ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતાનું પ્રદર્શન કર્યું હતું. આ કાર્યક્રમ થકી સમગ્ર દેશમાં એકતા અને અખંડિતતાનો સંદેશ ગૂંજી ઉઠ્યો છે.








