Video: જૂનાગઢમાં દુષ્કર્મ બાદ બળજબરીથી ધર્મ પરિવર્તનનો આક્ષેપ, તપાસ માટે SITની રચના

જૂનાગઢમાં યુવતી પર દુષ્કર્મ અને બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવાના ગંભીર આક્ષેપો સાથે ચકચાર મચી છે. પોલીસ તપાસ મુજબ, દુષ્કર્મના આરોપીના પિતા દરગાહમાં મુજાવર તરીકે કાર્યરત છે અને યુવતી બીમાર રહેતી હોવાથી તેને દરગાહમાં લઈ જવામાં આવી હતી. યુવતીને ધર્મ પરિવર્તન કરવાથી બીમારી દૂર થઈ જશે તેવી વાત કહી બળજબરીથી ધાર્મિક વિધિઓ કરાવ્યાનો આક્ષેપ છે. આ મામલે યુવતીના ઘરેથી કલમાની બુક અને બુરખો પણ જપ્ત કરવામાં આવ્યા છે. સમગ્ર કેસની તપાસ માટે DYSPના અધ્યક્ષસ્થાને SITની રચના કરવામાં આવી છે અને ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમની કલમનો પણ ઉમેરો કરાયો છે. કોર્ટે ધર્મ પરિવર્તન સંબંધિત કલમ ગ્રાહ્ય રાખતાં પોલીસે આરોપીઓની ધરપકડ માટે તપાસ તેજ કરી છે.
જાહેરાત








