Video: દિવાળી પર્વે રોશનીથી ઝળહળ્યું વડોદરા, અકોટા બ્રિજ પર LED થી બનાવાઈ રામલીલાની આકર્ષક ઝાંખી

દિવાળીના પાવન પર્વને લઈને સંસ્કારી નગરી વડોદરામાં ઉત્સાહ અને ઉમંગનો અદ્ભુત માહોલ જોવા મળી રહ્યો છે. શહેરની સરકારી ઈમારતો, મુખ્ય સર્કલો અને જાહેર સ્થળો રંગબેરંગી રોશનીથી ઝળહળી ઊઠતાં સમગ્ર વડોદરા નયનરમ્ય બની ગયું છે. સાંજ પડતાં જ શહેરના મુખ્ય માર્ગો પર ઝગમગતી આકર્ષક લાઈટો નાગરિકોમાં ભારે આકર્ષણ જમાવી રહી છે. ખાસ કરીને અકોટા બ્રિજ પર LED લાઈટો દ્વારા તૈયાર કરવામાં આવેલી રામલીલાની ઝાંખી લોકોના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની છે. તહેવારના આ માહોલમાં અકોટા બ્રિજ અને રોશનીથી શણગારેલા વિસ્તારોમાં લોકો પરિવાર સાથે આ સુંદર નજારો માણવા મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે.
જાહેરાત







