Video: ગુજરાતના સરકારી કર્મચારીઓની દિવાળી સુધરી

સોર્સ: gstv

દિવાળી પહેલા ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવાની મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયથી રાજ્ય સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનધારકોને લાભ થવાની શક્યતા છે.. રાજ્ય સરકારના અગાઉ જાહેર કરાયેલા આંકડા મુજબ, ગુજરાતના 4 લાખ કાર્યરત કર્મચારીઓ અને આશરે 4 લાખ 82 હજાર પેન્શનર્સને DA વધારાનો લાભ મળી શકે છે. તેમાં રાજ્ય સરકાર, પંચાયત સેવા સહિતના કર્મચારીઓનો સમાવેશ થાય છે. જોકે, હાલની નવી દરખાસ્તમાં 3 ટકાના વધારાનો લાભ કોને અને કઈ તારીખથી મળશે તે અંગે કેબિનેટના નિર્ણય બાદ સ્પષ્ટતા થશે. ગુજરાત સરકારે મે 2026માં 7મા પગારપંચ હેઠળના કર્મચારીઓના DAમાં 2 ટકાનો વધારો કર્યો હતો. આ વધારા બાદ DAનો દર 58 ટકાથી વધીને 60 ટકા થયો હતો. હવે વધુ 3 ટકાનો વધારો મંજૂર થતા DAનો દર 60 ટકાથી વધીને 63 ટકા થયો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત