Video: અમૂલ દ્વારા છાસના પાઉચ પેકમાં 10 થી 30 મિલીલીટરનો ઘટાડો; 20 અને 10 રૂપિયાવાળા પેકેટમાં ઘટી માત્રા

સોર્સ: gstv

અમૂલ દ્વારા છાસના પાઉચના ભાવ યથાવત રાખવામાં આવ્યા છે પરંતુ તેની માત્રા ઘટાડી દેવાઈ છે. છાશના ૨૦ રૂપિયા વાળા પાઉચમાં ૩૦ મિલીલીટરનો ઘટાડો કરાયો છે, જેથી હવે ગ્રાહકોને ૬૫૦ મિલીલીટરના બદલે માત્ર ૬૨૦ મિલીલીટર છાસ મળશે. આ ઉપરાંત, પાંચ રૂપિયા વાળી જીરા છાસમાં ૧૦ મિલીલીટરનો ઘટાડો કરીને ૧૫૦ મિલીલીટરના બદલે ૧૪૦ મિલીલીટર છાસ આપવામાં આવશે. જ્યારે ૧૦ રૂપિયાના છાસના પેકેટમાં ૨૦ મિલીલીટરનો ઘટાડો કરવામાં આવ્યો છે, જેમાં હવે ૩૦૦ મિલીલીટરના બદલે ૨૮૦ મિલીલીટર છાસ જ મળશે. દૂધ અને દહીંના ભાવ વધારા બાદ હવે છાસના ભાવ યથાવત રાખીને માત્રા ઘટાડાની કામગીરી થઈ છે..

આ સમાચાર શેર કરો

જાહેરાત