Video: લાભ પાંચમના પવિત્ર પર્વે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે આસ્થાનો અદભુત સંગમ

સોર્સ: gstv

લાભ પાંચમના પવિત્ર પર્વે સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે ભક્તિનો મહાસાગર ઉમટ્યો છે. વહેલી સવારથી જ દાદાનાં દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે અને મંદિરથી લઈને બહારના રસ્તાઓ સુધી લાંબી કતારો લાગી છે. લાભ પાંચમના શુભ મુહૂર્તે વેપારીઓ દાદાનાં ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવી નવા ધંધા-રોજગારની શરૂઆત કરી રહ્યા છે. લાભ પાંચમ અને શનિવારના વિશેષ સંયોગે દાદાને ડાયમંડ મુગટ સાથે ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે, જેના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. દિવાળીના તહેવારથી અત્યાર સુધીમાં 10 લાખથી વધુ ભક્તોએ દાદાનાં દર્શનનો લાભ લીધો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત