Video: ગુજરાતમાં યુવાનોને તક આપશે કોંગ્રેસ, પરિવર્તનનું વાવાઝોડું ફૂંકાશે: અમિત ચાવડા

રાજકોટમાં ગુજરાત વિધાનસભા 2027ની ચૂંટણીને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાત સહિત સમગ્ર દેશમાં પરિવર્તનની વાતો થઈ રહી છે અને 2027માં ગુજરાતમાં પરિવર્તનનું વાવાઝોડું ફૂંકાશે. તેમણે કહ્યું કે જે રીતે આઝાદીની લડાઈમાં યુવાનોએ મહત્વની ભૂમિકા ભજવી હતી, તેવી જ રીતે આજની જેન જી પેઢી નવી આઝાદીની લડત લડી રહી છે. યુવાનોએ પરિવર્તન લાવવાનું મન બનાવી લીધું છે. અને 2027ની ચૂંટણીમાં પણ ભણેલા-ગણેલા યુવાનોને ચૂંટણી લડવાની તક આપવામાં આવશે.
જાહેરાત







