Video: શામળાજી મંદિરે ૬ કરોડના સોનાના મુગટ અને મોજડીના વિશેષ શણગાર સાથે ભગવાન શામળિયાના દિવ્ય દર્શન

સોર્સ: gstv

અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરે નવા વર્ષના પાવન પર્વે નિમિત્તે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.. નવા વર્ષના અવસરે દૂરદૂરથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભગવાન શામળિયાના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. આ પાવન અવસરે ભગવાન શામળિયા શેઠને સોના-ચાંદીના આભૂષણોથી વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. જેમાં અંદાજે 6 કરોડ રૂપિયાનો સોનાનો મુગટ અને 50 લાખ રૂપિયાની સોનાની મોજડી આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં. શામળાજી મંદિરમાં દર્શનનું વિશેષ ધાર્મિક મહત્ત્વ હોવાથી વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. ભગવાન શામળિયાના અલૌકિક અને દિવ્ય સ્વરૂપનાં દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત