Video: કચ્છના નાના રણમાં પ્રવાસીઓનો ધસારો, ઘુડખર અને વિદેશી પક્ષીઓ બન્યાં આકર્ષણ

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં આવેલા કચ્છના નાના રણમાં શિયાળાની શરૂઆત સાથે પ્રવાસીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ નાના રણની મુલાકાતે આવી રહ્યા છે. શિયાળાની ગુલાબી ઠંડીમાં વિદેશી પક્ષીઓ અને રણનું ઘરેણું ગણાતા ઘુડખર પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ બન્યા છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે રણનાં મનમોહક દ્રશ્યો પ્રવાસીઓના મન મોહી રહ્યા છે. પ્રવાસીઓની અવરજવરથી સ્થાનિક અર્થતંત્રને વેગ મળ્યો છે અને જીપ સફારી, ગાઇડ સહિત હસ્તકલાના કારીગરોને રોજગારી મળી રહી છે. નાના રણને વધુ વિકસિત પ્રવાસન સ્થળ બનાવવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.
જાહેરાત







