Video: અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે છઠ્ઠ મહાપર્વની ઉજવણી. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ અસ્ત થતા સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ

સોર્સ: gstv

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે છઠ્ઠ મહાપર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. છઠ્ઠ પૂજાને લઈને સાબરમતી નદીના કિનારે બનાવવામાં આવેલા ઘાટ પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. વ્રતધારીઓએ અસ્ત થતા સૂર્યદેવને સંધ્યા અર્ઘ્ય અર્પણ કરી પરિવારની સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ છઠ્ઠ પૂજામાં ભાગ લેવા આવેલા શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. એક શ્રદ્ધાળુએ જણાવ્યું કે છઠ્ઠ પૂજા સાથે તેમનો ભાવનાત્મક લગાવ છે અને તેઓ દર વર્ષે અહીં આવે છે. ભગવતી સૌની મનોકામનાઓ પૂર્ણ કરે તેવી પ્રાર્થના સાથે રિવરફ્રન્ટ પર ભક્તિ અને આસ્થાનો માહોલ છવાયો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત