Video: વલસાડમાં ડમ્પિંગ સાઈટમાં ફરી ભીષણ આગ

સોર્સ: gstv

વલસાડની ડમ્પિંગ સાઈટમાં ફરી એકવાર અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. બપોરના સમયે લાગેલી આગ બાદ ફરીથી આગ લાગતા આસપાસના એક કિલોમીટર સુધીના વિસ્તારમાં ધુમાડાનું સામ્રાજ્ય જોવા મળ્યું. ગાઢ ધુમાડાને કારણે નજીકના રેલ વ્યવહારને પણ માઠી અસર પહોંચી હતી. એક જ દિવસમાં વારંવાર આગ લાગવાની આ ઘટનાને પગલે તંત્રની કામગીરી સામે અનેક ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. આગ લાગવાનું ચોક્કસ કારણ અંકબંધ છે, ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવાના યુદ્ધના ધોરણે પ્રયાસો શરૂ થયા હતા.

આ સમાચાર શેર કરો

જાહેરાત