Video: કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે પાઠવી દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ: વિકસિત ભારત ૨૦૪૭ના સંકલ્પ પર આપ્યો ભાર

સોર્સ: gstv

દિવાળી અને નૂતન વર્ષના પાવન અવસરે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સીઆર પાટીલના નિવાસસ્થાને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ શુભેચ્છા પાઠવવા પહોંચ્યા હતા, જ્યાં મંત્રીશ્રીએ સૌને મળીને દીપોત્સવ તથા નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે દેશવાસીઓને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે નવું વર્ષ નવી ઉર્જા, નવી તાકાત અને નવા વિચારો સાથે આગળ વધીને નવું કામ શરૂ કરવાનો શ્રેષ્ઠ સમય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત ૨૦૪૭'ના સ્વપ્નને સાકાર કરવા સૌને પોતાના દૈનિક જીવનમાં આ સંકલ્પ વણી લેવા અપીલ કરી હતી અને આગામી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે આ લક્ષ્ય અત્યંત મહત્વનું હોવાનો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત