Video: નશામાં ધૂત કારચાલકે બાઈક સવારને અડફેટે લીધો

સોર્સ: gstv

સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં મોટો અકસ્માત સર્જાયો હતો.. અહીં પૂરપાટ ઝડપે આવી રહેલા એક કાર ચાલકે નશાની હાલતમાં રોડ પર જઈ રહેલા બાઈક સવારને જોરદાર ટક્કર મારી હતી..જેના કારણે બાઈક સવારને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક ભાગવાની ફિરાકમાં હતો, પરંતુ આસપાસના લોકોએ તાત્કાલિક ભેગા થઈને કાર ચાલકને રોક્યો હતો..રોષે ભરાયેલા લોકોએ ગાડીનો કારનો કાચ તોડી નાખ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, કાર ચાલક એટલી હદે નશામાં ધૂત હતો કે તે કારમાંથી બહાર પણ નીકળી શકવાની સ્થિતિમાં ન હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત