Video: અમદાવાદમાં 'હિમેટોકોન 2026' નો ભવ્ય પ્રારંભ

સોર્સ: gstv

અમદાવાદનામાં 12થી 15 નવેમ્બર દરમિયાન ઇન્ડિયન સોસાયટી ઑફ હેમેટોલોજી એન્ડ બ્લડ ટ્રાન્સફ્યુઝનની 67મી વાર્ષિક પરિષદ હિમેટોકોનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ ચાર દિવસીય પરિષદમાં દેશભરમાંથી 4 હજારથી વધુ પ્રતિનિધિઓ અને 200 થી વધુ આંતરરાષ્ટ્રીય તબીબી નિષ્ણાતો ભાગ લેશે. આ કોન્ફરન્સમાં સિકલ સેલ, થેલેસેમિયા, હિમોફિલિયા, એનિમિયા અને લ્યુકેમિયા જેવા રક્તસંબંધિત રોગોના વહેલા નિદાન, આધુનિક સારવાર પદ્ધતિઓ તથા નવીન સંશોધનો પર ગહન ચર્ચા હાથ ધરાશે. આ ઉપરાંત, સ્વૈચ્છિક રક્તદાન, સ્ટેમ સેલ ડોનર રજિસ્ટ્રેશન અને જનજાગૃતિ પર વિશેષ ભાર મૂકવામાં આવશે. વૈશ્વિક સ્તરના તબીબી નિષ્ણાતો એક જ મંચ પરથી પોતાના જ્ઞાન અને અનુભવોનું આદાન-પ્રદાન કરશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત