Video: સાયન્સ સિટી રોડ પર ફટાકડા બાબતે હુમલો, 15 લોકો સામે નામજોગ અને ટોળા સામે ગુનો દાખલ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા એમ્પાયર સ્કાયવ્યુ એપાર્ટમેન્ટ બહાર દિવાળીના તહેવાર ટાણે ફટાકડા ફોડવાના જૂના વિવાદમાં બે પક્ષો વચ્ચે હિંસક ઘર્ષણ સર્જાયું છે. ૬ નવેમ્બરે થયેલી બોલાચાલી બાદ, ૮ નવેમ્બરની રાત્રે ૨૦થી ૨૫ લોકોનું તોફાની ટોળું એપાર્ટમેન્ટ બહાર ધસી આવ્યું હતું અને લાકડીઓ તથા ધોકા વડે હુમલો કરી તોફાન મચાવ્યું હતું. આ હુમલામાં ફરિયાદી જીગર પટેલ સહિત પાંચ લોકોને ઈજા પહોંચી હતી. ટોળાના ઘાતક હુમલાથી બચવા રાકેશ પટેલે પોતાની લાયસન્સવાળી પિસ્તોલમાંથી હવામાં ૨-૩ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સમગ્ર મામલેબોડકદેવ પોલીસે મિલન રબારી, મીત દેસાઈ અને મૌલિક દેસાઈ સહિત ૧૫ નામજોગ અને અજાણ્યા ટોળા સામે BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાહેરાત






