Video: વ્યારામાં સુગર મિલ સામે ખેડૂતોના ધરણાનો ૩૪મો દિવસ; તહેવાર ટાણે બાકી નાણાં ન મળતા ધરણા સ્થળે જ વાઘબારસની ઉજવણી.

તાપીના વ્યારા ખાતે સુગર મિલમાં પોતાના બાકી નીકળતા નાણાં મેળવવા માટે ખેડૂતોનું ધરણા પ્રદર્શન આજે ૩૪મા દિવસે પણ યથાવત રહ્યું છે. સુગર મિલના સત્તાધિશો દ્વારા તહેવારો ટાણે પણ ૮૦૦થી વધુ ખેડૂતોના કરોડો રૂપિયા ન ચૂકવાતા અન્નદાતાઓમાં ભારે મુશ્કેલી અને આ રોષ જોવા મળી રહ્યો છે. આ લાંબી લડત વચ્ચે ખેડૂતોએ ધરણા સ્થળ પર જ આદિવાસી પરંપરાગત વિધિ-વિધાન મુજબ વાઘબારસની ઉજવણી કરી હતી. ખેડૂતોએ દેવ પૂજા કરીને પોતાના બાકી નાણાં જલ્દી મળે અને પરિવાર સાથે તહેવાર મનાવી શકે તેવી પ્રાર્થના કરી હતી. સુગર મિલના વહીવટી તંત્રની અણઘડ નીતિઓને કારણે આદિવાસી ખેડૂતો અત્યારે આર્થિક સંકટ અને મુશ્કેલીમાં મુકાયા હોવાના આક્ષેપ લાગ્યા છે..
જાહેરાત







