Video: જુઓ સરખેજ ઇસ્કોન એલિવેટેડ કોરિડોર નો ડ્રોન વિડીયો

આગામી 9 તારીખે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ચાર કિલોમીટર લાંબા સરખેજ ઇસ્કોન એલિવેટેડ કોરીડોર બ્રીજનું લોકાર્પણ કરવાના છે ત્યારે આ બ્રિજનો ડ્રોન વિડીયો સામે આવ્યો છે ચાર કિલોમીટર લાંબા આ બ્રિજનો ડ્રોન વિડીયોમાં બ્રિજ નો અદભુત જોઈ શકાય છે
આ બ્રિજની વાત કરીએ તો
આ બ્રિજ મુખ્યત્વે સિક્સ લેન અથવા મલ્ટી લેન આધુનિક માળખા તરીકે ડિઝાઇન કરવામાં આવ્યો છે, જેના કારણે હાઇવે પરથી આવતો ટ્રાફિક વગર અડચણે ઝડપથી આગળ વધી શકે
શહેરી અને લોકલ ટ્રાફિકને હાઈવેના હાઈ-સ્પીડ ટ્રાફિકથી અલગ રાખવા માટે આખી સ્ટ્રક્ચરને એલિવેટેડ
બનાવવામાં આવી છે, જેથી સિગ્નલ ફ્રી મુસાફરી મળી રહે.
ભારે વાહનો (ખાસ કરીને સાણંદ GIDC તરફ દોડતા હેવી કોમર્શિયલ વાહનો અને ટ્રકો) ના સતત ભારણને સહન કરી શકે તેવા મજબૂત પિલર્સ (Piers) અને પ્રી-એજ્ડ ગર્ડર્સ (Girders) સાથે આધુનિક અર્થ અને લોડ-બેરિંગ ક્ષમતા મુજબ નિર્માણ પામેલો છે. બ્રિજની નીચે તેમજ આજુબાજુ સ્થાનિક વાહનોની અવરજવર માટે પ્રોપર ડ્રેનેજ, લાઈટીંગ અને સર્વિસ રોડ્સનું આયોજન ટેકનિકલ ધોરણે કરવામાં આવ્યું છે જેથી ટ્રાફિકનું સુચારુ સંચાલન થઈ શકે.











